‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો ધમાકોઃ માત્ર ૩ દિવસમાં કમાણીમાં ૩૨૫% ઊછાળો, ડિમાન્ડ વધતા સ્ક્રીન ૬૦૦થી વધારી ૨૦૦૦ કરવામાં આવી
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. સેન્સિટિવ સબ્જેક્ટ પર બનેલી આ ફિલ્મે ૩ દિવસમાં બજેટ કરતાં ૧૨૫% વધુ કલેક્શન કર્યું છે. આ પહેલી ફિલ્મ છે, જેના બિઝનેસમાં ત્રણ દિવસમાં ૩૨૫%નો ઊછાળો જોવા મળ્યો છે. બોલિવૂડની કદાચ આ પહેલી ફિલ્મ છે, જેના બિઝનેસમાં ત્રણ દિવસમાં ૩૨૫%નો ઊછાળો જોવા મળ્યો છે. ૧૧ માર્ચે રિ લીઝ થયેલી આ ફિલ્મની પહેલા દિવસની કમાણી ૩.૫ કરોડ હતી. બીજા દિવસે ૮.૫ તથા ત્રીજા દિવસે ૧૫.૧૦ની કમાણી કરી હતી.
પહેલા દિવસે ફિલ્મ માત્ર ૬૦૦ સ્ક્રિનમાં રિલીઝ થઈ હતી. જોકે, રવિવાર, ૧૩ માર્ચે ફિલ્મ માટે દર્શકોની સંખ્યા વધતા
સ્ક્રીન ૬૦૦થી વધારીને ૨૦૦૦ કરવામાં આવી છે. દરેક શહેરમાં ફિલ્મના શો ડબલથી વધારે કરી દેવામાં આવ્યા છે. ૧૨ કરોડના બજેટમાં બિગ સ્ટાર વગર બનેલી આ ફિલ્મે ત્રણ દિવસમાં ૨૭ કરોડથી વધુ કમાણી કરી છે.
વિવેક રંજન અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ માં કાશ્મીરી પંડિતોની હિજરતની વાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અક્ષય કુમાર, કંગના રનૌત, ક્રિટિક્સ તથા દર્શકોએ આ ફિલ્મના વખાણ કર્યા છે. ફિલ્મ જોયા બાદ દર્શકો રડતા હોય તેવા વીડિયો વાઇરલ થયા છે. ટિકિટબારી પર દર્શકોની ભીડ જોવા મળે છે. સો.મીડિયામાં ફિલ્મના વખાણ થઈ રહ્યા છે.