પ્રખ્યાત અભિનેતા યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘KGF: ચેપ્ટર ૨' ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે. વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ KGF Chapter 1ની સફળતા પછી દર્શકો તેના બીજા ભાગ એટલે કે KGF 2ની રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મના ઘણા પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા છે. હવે યશ અને સંજય દત્ત અભિનીત આ ફિલ્મ સાથે જોડાયેલી વધુ એક મહત્વની માહિતી સામે આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.Join Now!રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ‘KGF: ચેપ્ટર ર’ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ મેકર્સે ફિલ્મના ટ્રેલરની રિલીઝ જ ડેટ જાહેર કરી છે. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ‘KGF: ચેપ્ટર ૨’નું ટ્રેલર ૨૭ માર્ચે સાંજે ૬.૪૦ વાગ્યે રિલીઝ થશે. આ જાહેરાત સાથે ફિલ્મનું એક નવું પોસ્ટર પણ શેયર કરવામાં આવ્યું છે, જેમાં યશનો લૂક એકદમ જોરદાર છે.
અહીં ક્લીક કરીને ટ્રેલર જોઈ શકો છો.
કન્નડ ભાષામાં બનેલી આ ફિલ્મને હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. ‘KGF: ચેપ્ટર ૨’ આ વર્ષે ૧૪મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઝી તમિલ, ઝી તેલુગુ, ઝી કેરલમ અને ઝી કન્નડએ ફિલ્મના સેટેલાઈટ રાઈટ્સ ખરીદ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.Join Now!