WhatsApp પેમેન્ટનો UPI પિન ભૂલી ગયા હો તો જાણી લો તેને Reset કરવાની રીત

 Reset WhatsApp UPI PIN: 

તમે વોટ્સએપ તો વાપરતા જ હશો..

શું તમે જાણો છો કે લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ (WhatsApp) થી પણ તમે પેમેન્ટ કે મની ટ્રાન્સફર કરી શકો છો.

WhatsApp Paymentsના માધ્યમથી મની ટ્રાન્સફર કરી શકે છે.

તમે પોતાના બેંક અકાઉન્ટને વ્હોટ્સએપથી લિંક કરીને યુપીઆઈ (UPI) દ્વારા પેમેન્ટ કરી શકો છો.



UPI ટેકનોલોજી તમને સ્કેનર, મોબાઈલ નંબર, યુપીઆઈ આઈડી અથવા  સીધા બેન્ક ખાતામાં કોઈ પણ એકની જાણકારી હોવા પર પણ પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.Join Now!


શું છે UPI?

 UPI - Unified Payments Interface જેવી સુવિધા તમને ઘરે બેઠા સરળતાથી મની ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.

આ માટે તમારે UPI સપોર્ટ કરતી એપ્સ જેમકે પેટીએમ (Paytm), વ્હોટ્સએપ (WhatsApp), ફોન પે (PhonePe), ભીમ (BHIM), ગૂગલ પે (Google Pay), ભારત પે (Bharat Pay) વગેરેની જરૂર પડે છે.

UPIના માધ્યમથી તમે એક બેંક એકાઉન્ટને ઘણી UPI એપ્સ સાથે લિંક કરી શકો છો.

તો વિવિધ બેન્ક અકાઉન્ટ્સને એક UPI એપના માધ્યમથી સંચાલિત કરી શકો છે.

વોટ્સએપ થી પેમેન્ટ કરવા માટે ત્રણ ટપકા પર ક્લીક કરીને નીચે Payment નામનો ઓપશન હશે ત્યાં થી તમે પેમેન્ટ શરૂ કરી શકો છો.


 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા Facebook પેઝમાં જોડાવ.Join Now!


4 કે 6 ડિજિટનો નંબરનો હોય છે UPI પિન

UPI પિન 4 કે 6 ડિજિટનો નંબરનો હોય છે જે પેમેન્ટ પૂર્ણ કરવા માટે દાખલ કરવું જરૂરી છે.

જો તમારી પાસે બેંક એકાઉન્ટનો UPI પિન છે તો તમારે WhatsAppમાં નવો UPI પિન બનાવવાની જરૂર નથી.

જો તમે UPI PIN ભૂલી ગયા છો, તો તમારી પાસે રીસેટ કરવાનો એટલે કે નવો PIN બનાવવો ઓપ્શન પણ હોય છે.


એન્ડ્રોઇડ યુઝર્સ WhatsApp પર કેવી રીતે રીસેટ કરે UPI પિન


 1. તમારા સ્માર્ટફોન પર WhatsApp ઓપન કરો.

 2. More ઓપ્શન પર ક્લિક કરો જે ત્રણ ડોટમાં દેખાશે. તે પછી Payments પર ક્લિક કરો.

 3. હવે બેંક એકાઉન્ટ પસંદ કરો.

 4. ત્યારબાદ Change UPI PIN અથવા Forgot UPI PIN પર ક્લિક કરો.

 5. જો તમે Forgot UPI PIN પર ક્લિક કરો છો તો Continue પર ક્લિક કરો. ડેબિટ કાર્ડના છેલ્લા છ અંક નાખો અને એક્સપાયરી ડેટ પણ નાખો. 

કેટલીક બેંકો તમારી પાસેથી ડેબિટ કાર્ડના CVV પણ માગી શકે છે.

 6. જો તમે Change UPI PIN પર ક્લિક કરો છો, તો હાલનો UPI PIN દાખલ કરો. તે પછી નવો યુપીઆઈ પિન નાખો અને નવો યુપીઆઈ પિન બીજી વખત કન્ફર્મ કરો.

 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.Join Now!


આઈફોન યુઝર્સ વ્હોટ્સએપ પર કેવી રીતે રીસેટ કરે UPI પિન


 1. તમારા સ્માર્ટફોન પર WhatsApp ઓપન કરો.

 2. Setting ઓપ્શન પર ક્લિક કરો. તે પછી Payments પર ક્લિક કરો.

 3. હવે બેંક એકાઉન્ટ સિલેક્ટ કરો.

 4. ત્યારબાદ Change UPI PIN અથવા Forgot UPI PIN પર ક્લિક કરો.

 5. જો તમે Forgot UPI PIN પર ક્લિક કરો છો તો Continue પર ક્લિક કરો. ડેબિટ કાર્ડના છેલ્લા છ અંક નાખો અને એક્સપાયરી ડેટ પણ નાખો.

કેટલીક બેંકો તમારી પાસેથી ડેબિટ કાર્ડના CVV પણ માગી શકે છે.

 6. જો તમે Change UPI PIN પર ક્લિક કરો છો, તો હાલનો UPI PIN દાખલ કરો. તે પછી નવો યુપીઆઈ પિન નાખો અને નવો યુપીઆઈ પિન બીજી વખત કન્ફર્મ કરો.

માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો ને પણ મોકલીને એમની મદદ જરૂર કરજો...


Post a Comment

Previous Post Next Post
'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();