શું તમે jio, Vodafone idea, airtel કે અન્ય મોબાઇલ સીમકાર્ડ પ્રોવાઇડર કંપનીના યુઝર્સ છો❓❓❓ તો તમારા માટે એક મહત્વના સમાચાર છે...

વાંચક મિત્રો…


આજે અમો આપના માટે લાવ્યા છીએ એક ખૂબ જ મહત્વના સમાચાર….



જે લગભગ બધી જ વ્યક્તિઓ ને લાગુ પડે છે આજના ટેક્નોલોજીના જમાનામાં લોકોને મોબાઈલ વગર ચાલતું નથી અને લોકોને જો એકબીજા સાથે વાત કરવી હોય...તો તમારા મોબાઈલમાં સીમ કાર્ડ હોવું ખૂબ જરૂરી છે.



આવા સિમ કાર્ડના મદદથી તમે રિચાર્જ કરાવી અને ટોકટાઈમ મેળવી શકો છો. આવા સીમકાર્ડ અલગ અલગ કંપનીના હોય છે


ભારતમાં….

ભારત સંચાર નિગમ લિમિટેડ


vodafone idea


એરટેલ



રિલાયન્સ જીઓ



વગેરે જેવી કંપનીઓ આ સુવિધા પૂરી પાડે છે.



ક્યારેક આવી કંપનીઓ પોતાના કસ્ટમર પાસેથી પોતાને ઠીક લાગે એવા ચાર્જ વસૂલ કરતી હોય છે અને પૂરતી સુવિધા નથી આપતી, કંપનીની આ દાદાગીરી બંધ કરાવવા માટે તથા કંપની ઉપર અંકુશ રાખવા માટે ભારતમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)

નામની સંસ્થા કાર્યરત છે.

આ સંસ્થા પોતાની બાજ નજર રાખે છે ટેલિકોમ પ્રોવાઇડર કંપની પર અને જરૂર પડે તો તેમના વિરુદ્ધ યોગ્ય કાયદાકીય પગલાં પણ લે છે.




આજે TRAI એ ભારતમાં જુદી-જુદી કંપનીઓના સીમકાર્ડ યુઝર્સ માટે ખૂબ જ મહત્વનો અને લાભદાયી નિર્ણય લીધો છે જે ભારતના લગભગ બધા જ સીમકાર્ડ યૂઝર્સને ખુબ અસરકર્તા છે.



તમે કોઈ પણ કંપની નું રીચાર્જ કરાવો છો એક મહિના માટે તો દરેક કંપની તમને 28 દિવસનો ટોકટાઇમ આપે છે એટલે કે તમે જે દિવસથી રીચાર્જ કરાવો ત્યાંથી અને 28 દિવસ સુધી તે સ્કીમ નો લાભ તમને મળશે.

મોટાભાગે મહિનો 30 દિવસનો અથવા 31 દિવસનો અથવા તો 28 દિવસનો હોય છે

પરંતુ આ બધી કંપની એક મહિનાના પૈસા લઈ અને લાભ 28 દિવસનો જ આપે છે.


ફેબ્રુઆરી મહિના સિવાય બાકીના બધા મહિના 30 થી 31 દિવસ ના હોય છે.


જો તમે દર મહિને રીચાર્જ કરાવો છો તો તમારે વર્ષના 13 મહિના રિચાર્જ કરાવવું પડે હાલ બધી જ કંપનીએ પોતાના રિચાર્જ પ્લાન માં વધારો કર્યો છે મોટાભાગના કસ્ટમર તેમના આ વધારાથી નારાજ છે.


મોટાભાગના કસ્ટમરની એ ફરિયાદ હતી કે કંપની એક મહિનાના પૈસા લઈ અને 28 દિવસ નું રિચાર્જ આપે છે. આ બધા કસ્ટમર ઓ એ TRAI ને ફરિયાદ કરી હતી.


TRAI એ બધા ગ્રાહકોની ફરિયાદ સાંભળીને એ ફરિયાદનો યોગ્ય અભ્યાસ કર્યો…

કંપનીઓને કહ્યું કે તમે પૈસા મહિના ના લો છો અને સુવિધાનો લાભ 28 દિવસ સુધી જ આપો  છો.



TRAI એ એક ઓર્ડર પસાર કર્યો….


અને કહ્યું કે કોઈપણ અનલિમિટેડ પ્લાન માંથી એક પણ એવો રાખવાનો કે જેની વેલીડીટી 30 દિવસની હોય.


ઘણા એવા યુઝર્સ હોય છે જે કોમ્બો વેલીડીટી પ્લાન કરાવતા હોય છે તો એમના માટે પણ 30 દિવસ ની વેલિડીટી વાળો પ્લાન અમલમાં મૂકવાની ટકોર TRAI એ કરી છે.


TRAI એ બધી મોબાઇલ નેટવર્ક કંપનીઓને નોટિફિકેશન જાહેર થયાના 60 દિવસમાં નવા પ્લાન અમલમાં મૂકવાની કે પછી જે પ્લાન છે તેમાં સુધારા કરવાની સૂચના આપી દીધી છે.



હવે એ જોવાનું રહેશે કે મોબાઇલ નેટવર્ક પ્રોવાઈડ કરતી કંપનીઓ આ ઓર્ડરનું પાલન કેવી રીતે કરે છે અને એનાથી યુઝર્સને કેટલો ઝડપથી લાભ મળે છે.



આવી જ અગત્યની અને મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે વાંચતા રહો અમારા બ્લોગ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Now!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ. Join Now!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા Facebook પેઝમાં જોડાવ. Join Now!

Post a Comment

Previous Post Next Post
'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();