મિત્રો આજના આ લેખમાં આપણે ખૂબ જ મહત્વની બાબત ની ચર્ચા કરવાના છીએ…
જ્યારે તમે તમારા કોઈ સગા સંબંધી, મિત્ર કે કર્મચારી કે કોઈપણ વ્યક્તિને પૈસા ઉધાર આપો તો આવા સમયે પૈસા ઉધાર આપતા પહેલાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ????
જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તમારા પૈસા તમને સમયસર પાછા મળી જાય અથવા તો તે પૈસા વસુલ કરવામાં તમને કોઈ જ તકલીફ ઊભી ન થાય.
જો આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સરળતાથી આપણે આપણા પૈસા વસૂલ કરવા માટે કોઈ કાયદાકીય કાર્યવાહી કે કાયદાકીય પગલાં ભરવા હોય તો તે ભરી શકીએ છીએ.
કોઈને પણ આપણે પૈસા ઉછીના કે ઉધાર આપવાના હોય તો તે બાબતે શું સાવધાની રાખવી જોઈએ????
આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને આજના આ લેખમાંથી મળવાનો છે.
વિશ્વનો કોઈપણ વ્યક્તિ ગમે એટલો અમીર હોય કે ગમે એટલો કરેલ હોય તેને પોતાનું કામ કરવા માટે અથવા તો કરાવવા માટે કોઈ વ્યક્તિને પૈસા ઉછીના અથવા તો ઉધાર આપવા પડે છે અથવા તો લેવા પડે છે.
સૌપ્રથમ તો જ્યારે આપણે કોઈ વ્યક્તિને ઉછીના કે ઉધાર પૈસા આપ્યા હોય અને આપણે સમય થયેલ એ
પૈસા પાછા માંગીએ તો જો તે વ્યક્તિ પૈસા સમયસર પાછા ન આપે તો બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ બગડવાની શક્યતા રહે છે અને જે વ્યક્તિ પૈસા ઉછીના કે ઉધાર આપ્યા હોય તેના પૈસા તેને ગુમાવવાનો વારો આવે છે.
આવા સંજોગોમાં પૈસા પાછા મેળવવા માટે કાયદાનો સહારો લેવો પડે છે, જો કાયદાનો સહારો લેવો હોય તો આવા સંજોગોમાં કાયદાની અમુક જોગવાઈઓનું પાલન કરવું પડે છે અને અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
નીચેની બાબતોને ધ્યાનમાં રાખી અને જો પૈસા નો વ્યવહાર કરવામાં આવે તો આવા સંજોગોમાં જો ઉધાર પૈસા લેનાર વ્યક્તિ પૈસા પરત ના આપે તો તેની સામે કાયદાકીય પગલાં દ્વારા પૈસા સરળતાથી વસૂલ કરી શકાય છે.
::1:: જ્યારે તમે કોઇપણ વ્યક્તિને ઉધાર પૈસા આપો છો ત્યારે તે વહીવટ કાયદેસરનો વહીવટ કરો.
જ્યારે તમે કોઇપણ વ્યક્તિને ઉધાર પૈસા આપો છો ત્યારે તે પૈસા ચેક દ્વારા કે બેંક ટ્રાન્સફર દ્વારા આપો. જો તમે કોઈ વ્યક્તિને 10 હજારથી ઉપરની રકમ ઉધાર આપો છો તો તે રકમ તમારે ફરજિયાત ચેક દ્વારા અથવા તો તે વ્યક્તિના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરીને જ આપવી જોઈએ. કેમકે વર્ષ 2016 પછી 10 હજારથી ઉપરની રોકડ રકમ નો વ્યવહાર કાયદેસર રીતે માન્ય નથી.
જો ચેક કે બેંક ટ્રાન્સફર દ્વારા રકમ આપવામાં આવી હશે તો તે રકમ તમે તે વ્યક્તિને ઉધાર આપી છે તે સાબિત કરવામાં એકદમ સરળતા રહે છે, અને તમારી રકમ તમને પરત મળી શકે છે.
::2:: જે વ્યક્તિને ઉધાર પૈસા આપો છો તે વ્યક્તિ પાસે થી એટલી રકમની એક પહોંચ મેળવી લેવી.
કોઈપણ વ્યક્તિને ઉધાર પૈસા આપો ત્યારે બીજી ધ્યાનમાં રાખવાની બાબત એ
છે કે તમે જે વ્યક્તિને ઉધાર પૈસા આપો છો તે વ્યક્તિ પાસેથી એટલી રકમની પહોંચ મેળવી લેવી.
અહીં એ
બાબતનું ખાસ ધ્યાન રાખવાનુ છે કે તે વ્યક્તિએ પોતાના સ્વ હસ્તાક્ષરમાં એટલે કે પોતાના હાથે તે પહોંચ લખેલી હોવી જોઈએ.
તદુપરાંત એ
પહોચ ઉપર તારીખ ખાસ લખેલી હોવી જોઈએ.
જો આવી પહોંચ મેળવી લેવામાં આવી હોય. તો ઉધાર પૈસા લેનાર વ્યક્તિ ક્યારેય પણ એવું નથી કહી શકતો મે મને ઉધાર પૈસા આપનાર વ્યક્તિ એ પૈસા આપ્યા નથી.
::3:: જે રકમ ઉધાર આપવામાં આવે તે રકમ કેટલા સમયગાળામાં પરત કરવાની છે તેની મુદત નક્કી કરવામાં આવે.
જ્યારે વ્યક્તિ અન્ય કોઈ બીજી વ્યક્તિ ને પૈસા ઉધાર આપે ત્યારે તે પૈસા કેટલા સમયગાળામાં પરત કરવાના છે તે અંગે ની સમયમર્યાદા ખાસ નક્કી કરી લે.
આ
સમય મર્યાદા દરમિયાન એમ રકમ ઉપર કોઈ વ્યાજ આપવાનું છે કે કેમ??
કેટલા સમયગાળામાં રકમ પરત કરવાની છે??
ઉપર જણાવેલ બાબત ઉધાર પૈસા લેનાર વ્યક્તિ પાસે પહોંચમાં એના સ્વહસ્તાક્ષરમાં ખાસ લખાવી જોઈએ.
આવા સમયે પૈસા પરત ના મળીએ વ્યાજ વસૂલ
કરવા નો દાવો કરવામાં સરળતા રહે છે.
::4:: જે વ્યક્તિ ને ઉધાર પૈસા આપવાના છે તે વ્યક્તિ પાસે થી તેની સહી કરેલો ચેક લઈ લેવામાં આવે.
જે વ્યક્તિને ઉધાર પૈસા આપવામાં આવે છે તે વ્યક્તિ પાસેથી એના સ્વ હસ્તાક્ષરમાં સહી કરેલ ચેક લઈ લેવામાં આવે.
તદુપરાંત થી રકમમાં જો વ્યાજ ઉમેરવાનું હોય તો તે રકમ ઉમેરી અને ચેકમાં ભરવી તથા જે તારીખે રકમ પરત આપવાનો વાયદો કરવામાં આવેલ હોય તે તારીખ પણ તે વ્યક્તિના હાથે તેમાં લખાવવી.
અહીં એક વાતનો ખાસ ધ્યાન રાખવાનુ છે કે સમયમર્યાદા પૂરી થયા બાદ જો ઉધાર પૈસા લેનાર વ્યક્તિ પૈસા પરત નથી આપતો તો તરત જ તે ચેક બેંકના ખાતામાં પૈસા પરત મેળવવા માટે ન નાખવો એ પહેલા તે વ્યક્તિને લેખિતમાં નોટિસ આપવી કે જો તમે પૈસા નહીં આપો તો સિક્યુરિટી તરીકે જમા થયેલો તમારો ચેક અમે બેંકના ખાતામાં ભરી અને પૈસા વસૂલીશું.
આવુ કરવું એટલા માટે જરૂરી છે કે સિક્યુરિટી ની રકમ તરીકે આપવામાં આવેલો ચેક રિટર્ન થાય છે તો ઉધાર લેનાર વ્યક્તિ સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ - 138 અંતર્ગત કોર્ટમાં કેસ કરી શકાય છે.
જો નોટિસ આપવામાં આવે અને તે વ્યક્તિ નો ચેક રિટર્ન થાય છે તો તે વ્યક્તિ સામે કડક કાયદાકીય પગલાં કોર્ટ દ્વારા ભરી શકીએ છીએ.
ઘણીવાર એવું થાય છે કે….
પૈસાના વ્યવહાર નું ફક્ત લખાણ કરવામાં આવે છે પરંતુ ચેક લેવામાં નથી આવતો તો આવા સંજોગોમાં કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરી અને પૈસાની વસૂલી કરી શકાય છે.
આવા સંજોગોમાં કોર્ટ આવા કેસમાં ઝડપથી ચૂકાદા આપે છે.
આજના આ
બ્લોગ દ્વારા આપણે જાણ્યું કે કોઈપણ વ્યક્તિને પૈસા ઉધાર આપતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?? જેથી કરી અને આર્થિક નુકસાન ના થાય અને સંબંધ પણ ના બગડે.
આવા માહિતીસભર બ્લોગ દરરોજ વાંચવા માટે માટે અમારી સાઇટ ની અવશ્ય મુલાકાત લેશો.