TAFCOP એટલે The Telecom Analytics for Fraud management and COnsumer Protection
TAFCOP એ ટેલિકોમ્યુનિકેશન વિભાગની એક વેબ પોર્ટલ છે જેમાં ભારતભરના બધા મોબાઇલ નંબરના ડેટા અપલોડ કરવામાં આવેલા છે.
આ પોર્ટલનો ઉપયોગ ગુનાખોરી, છેતરપીંડી રોકવા માટે છે. જો તમને એવું લાગે છે કે તમારા સિમ કાર્ડ બીજા કોઈ વ્યક્તિ ઉપયોગ કરતા હોય તો આ વેબ પોર્ટલ પર જઈને ફરિયાદ કરી શકે છે. તમે ફરિયાદ કરીને તમે જે તે નંબર કે જે તમારા નામે હોય એ બંધ કરાવી શકો છો.
1】 તમારા મોબાઈલ ફોન કે લેપટોપ ટેબ્લેટ કે કોમ્પુટર માં Chrome browser કે અન્ય browser માં www.tafcop.dgtelecom.gov.in ખોલો.
2】 અહીં તમે તમારો 10 અંકનો મોબાઈલ નંબર નાંખો અને Request OTP પર ક્લિક કરીને OTP દાખલ કરો.અને Submit પર ક્લિક કરો.
3】અહીં તમને તમારા નામે જેટલા સક્રિય મોબાઈલ નંબરોની વિગતો જોવા મળશે. તમારે જે નંબર બંધ કરવો હોય તે નંબરની આગળના box પર ટિક કરીને નંબર block કરી શકાશે.
4】ત્યારબાદ તમે જે નંબર block કરવા માટે પસંદ કર્યો છે એ નંબરની સરકાર તપાસ કરીને બંધ કરી દેશે.
કોઈ સમસ્યા હોય તો નીચે કોમેન્ટ્સ કરીને અમને જણાવી શકો છો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.
Join Now!