મિત્રો આજે અમારા બ્લોગ વિશ્વમાં એક ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ.
કોઈપણ વ્યક્તિ પોતાનું નામ કે ટાઈટલ કાયદાકીય રીતે કેવી રીતે બદલી શકે?? અથવા તો ટાઇટલ કેવી રીતે જોડી શકે????
અહીં કાયદાકીય શબ્દ ખૂબ મહત્વનો છે. કેમ કે જો નામ કાયદાકીય રીતે બદલાવવામાં આવે તો અને તો જ તમારું નવું બદલાવેલું નામ.માન્ય રહે છે.
ઘણીવાર એવું હોય છે કે કોઈ વ્યક્તિ પોતાનું નામ નથી બદલાવવા માગતા પરંતુ પોતાનું ટાઇટલ બદલાવવા માંગે છે.
જેમ કે…
કોઈ વ્યક્તિનું નામ અભય કુમાર છે અને હવે તે વ્યક્તિ પોતાનું નામ અભય કુમાર યાદવ કરવા માંગે છે, અથવા તો તે વ્યક્તિ તેનું નામ અભય યાદવ કરવા માંગે છે.
ભારતમાં ઘણીવાર એવું થાય છે કે નાનપણમાં અલગ નામ પાડવામાં આવે છે, વ્યક્તિના દસ્તાવેજોમાં અલગ નામ હોય છે. જેથી કરી અને વ્યક્તિને ઘણી બધી જગ્યાએ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તમારા બધા જ દસ્તાવેજ જેમકે ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ અને પાનકાર્ડ આ બધા જ માં તમે નામ બદલાવા માગો છો તો શું કરવું જોઈએ????
આ માટેની પ્રક્રિયા આજે તમને આ બ્લોગના માધ્યમ દ્વારા જાણવા મળશે.
ભારતમાં વસતા દરેક નાગરિકને પોતાનું નામ કે પોતાનું ટાઇટલ ચેન્જ કરવું હોય તો તે માટેની પ્રક્રિયાના ત્રણ સ્ટેપ અનુસરવા પડે છે.
આ ત્રણ સ્ટેપ ખુબ જ સરળ છે,તો ચાલો જાણીએ શું છે આ ત્રણ સ્ટેપ…
આ ત્રણ સ્ટેપ નુ અનુસરણ કરી અને તમે તમારું નામ કે ટાઈટલ બદલાવી શકો છો અને તેમાં તમારે કોઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે.
1) એફિડેવીટ/સોગંદનામું/સેલ્ફ ડેક્લેરેશન
કોઈપણ વ્યક્તિ કે જે પોતાનું નામ બદલાવવા કે ટાઈટલ માં ઉમેરો કરવા માંગે છે તે વ્યક્તિ એક સોગંદનામું કરી અને પોતાનું નામ બદલાવી શકે છે.
અહીં વ્યક્તિએ સોગંદનામામાં સંપૂર્ણ વિગત લખવાની છે... જેમાં તેનું ...
જૂનું નામ,
નવું નામ કે જે તે બદલાવીને રાખવા માંગે છે
જે દિવસે એફિડેવિટ કરે છે તે દિવસ ની તારીખ
તે વ્યક્તિ ની સહી.
જે વ્યક્તિ પોતાનું નામ કે ટાઈટલ બનાવવા માંગે છે તે વ્યક્તિનું એફિડેવિટમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો.
તમે કોઈ વકીલ પાસે પણ આ એફિડેવિટ તૈયાર કરાવી શકો છો.
ત્યાર બાદ તમારે તે એફિડેવિટ એટલે કે સોગંદનામાની નોટરી કરાવવાની રહેશે.
(ખાસ માહિતી:
ગુજરાત સરકારના તારીખ 25/12/2021 ના ઠરાવ ક્રમાંક: વહસ/૧૦૨૦૨૧/૪૩૫/વસુતાપ્ર-૨
અનુસાર કોઈપણ વ્યક્તિને સોગંદનામા માંથી મુક્તિ આપવામાં આવી છે એટલે કે તે વ્યક્તિ
સ્વ ઘોષણા (self declaration) દ્વારા પોતાની કાર્યવાહી કરી શકે છે એટલે કે એફિડેવિટ કરવાની જરૂર રહેતી નથી)
2) કોઈપણ વર્તમાન પત્ર (ન્યૂઝ પેપર) માં
પબ્લિશ કરી ને.
જે વ્યક્તિ પોતાનું નામ કે ટાઈટલ બદલાવવા માંગે છે તે વ્યક્તિએ બે વર્તમાન પત્રો એક રાષ્ટ્રીય કક્ષાનું એટલે કે (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિન્દુ)
તથા એક રાજ્યકક્ષાના વર્તમાન પત્રમાં આપવાનું હોય છે.
પ્રથમ જે સોગંદનામાનું સ્ટેપ છે તેમાં તમે જે સોગંદનામું કરો છો તે સોગંદનામું તમારે વર્તમાન પત્રમાં આપવાનું હોય છે.
સામાન્યતઃ તેનો 500 થી 1000 રૂપિયા જેવો જ ચાર્જ હોય છે.
આમ કોઈ લોકલ વર્તમાનપત્ર અને નેશનલ વર્તમાનપત્રમાં તમારૂ સોગંદનામું પબ્લિક કરી અને તમે તેની જાણ કરી શકો છો.
3) ગેઝેટ માટેની અરજી કરીને
ઉપરના બંને સ્ટેપ પૂર્ણ કર્યા પછી…
તમે તમારા શહેરમાં આવેલી કંટ્રોલર પબ્લીકેશન ની કચેરીમાં જઇ અને નામ બદલાવવા માટેનું કે ટાઈટલ બદલાવવા માટેનું ગેજેટ ફોર્મ ભરી….
તેમાં…
તમે કરેલું સોગંદનામું
બંને વર્તમાનપત્રોમાં આપેલ પબ્લિક એનાઉન્સમેન્ટ જોડી…
તથા તમારા ફોટો id પ્રૂફ જેવા કે આધાર કાર્ડ ,પાન કાર્ડ, ચુંટણીકાર્ડ જોડી
ફોર્મ માં તમારી સહી કરી
ત્યાં જમા કરાવવાનું રહેશે.
ત્યાર પછી જ્યારે પણ તે કચેરી દ્વારા…
રાજપત્ર એટલે કે ગેઝેટ બહાર પાડવામાં આવશે તેમાં કોલમમાં તમારું નામ અને નવું જાહેર કરેલું નામ ગેઝેટ દ્વારા જાહેર કરવામાં આવશે.
આ ગેઝેટ વર્તમાનપત્રમાં પણ પબ્લિશ કરવામાં આવે છે.
જે વ્યક્તિએ ઉપરના ત્રણ સ્ટેપ અનુસરી અને પોતાનું નામ કે ટાઈટલ બદલાવેલું હશે…
તો નવું નામ તે વ્યક્તિનું કાયદાકીય રીતે માન્ય રહેશે અને કોઈપણ સરકારી અધિકારી કે સરકારી કચેરી તેની સામે વાંધો ઉઠાવી શકશે નહીં.