મિત્રો….
કોઈપણ વ્યક્તિના જીવનમાં જ્યારે વ્યક્તિ પૈસા કમાતો હોય ત્યારે તે તેના કમાયેલા પૈસા માંથી તે પૈસાનું રોકાણ કરવા માટે અથવા તો ભવિષ્યની પેઢીને તે કમાણીનો લાભ મળે તેના માટે પ્રોપર્ટી ખરીદતા હોય છે.
પહેલાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તે વ્યક્તિ પ્રોપર્ટી ખરીદતી સમયે આ બાબતોનું ધ્યાન ન રાખે તો એને ઘણું બધું નુકસાન સહન કરવાનો સમય આવી શકે છે.
માટે દરેક વ્યક્તિએ પ્રોપર્ટી ખરીદતી વખતે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જેથી કરી અને વ્યક્તિને કોઈ પ્રકારની સમસ્યાઓનો સામનો ના કરવો પડે.
વ્યક્તિએ કોઈપણ પ્રોપર્ટી ખરીદી વખતે નીચેની બાબતો નું ધ્યાન રાખવું જોઈએ.
મિત્રો પ્રોપર્ટી બે પ્રકારની હોય છે.
1) પ્રથમ પ્રકાર એવી પ્રોપર્ટી નો છે કે જેના ઉપર બીજી વ્યક્તિનો કબજો છે એટલે કે માલિક બીજી વ્યક્તિ છે.
પ્રથમ પ્રકારની
પ્રોપર્ટી એવી છે કે જેનો માલિક અથવા તો એ પ્રોપર્ટીનો કબજો બીજી વ્યક્તિ પાસે છે આવા સંજોગોમાં પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિએ સૌપ્રથમ તે જગ્યા ખરેખર એ વ્યક્તિની માલિકીની છે કે નહીં?
તે
અંગે તપાસ કરવી જોઈએ.
એ વ્યક્તિ પહેલા એ પ્રોપર્ટી ના માલિક કોણ હતા?
આ અંગે સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.
જે વ્યક્તિ આપણને પ્રોપર્ટી વેચે છે તે વ્યક્તિને તે પ્રોપર્ટી કેવી રીતે પ્રાપ્ત થઇ છે?
બક્ષિસ માં મળી છે?
વારસામાં મળી છે?
અન્ય ત્રાહિત પક્ષકાર પાસેથી વેચાતી લીધી છે?
અને ખરેખર તે વ્યક્તિ તેની પ્રોપર્ટીનો માલિક છે?
તેના બધા જ દસ્તાવેજોની ચકાસણી કરવી જોઈએ.
આ બધા ઓરિજનલ દસ્તાવેજની ચકાસણી કરવી જોઈએ.
કેમ કે ઘણી વાર એવું થતું હોય છે કે પ્રોપર્ટી ના ઓરીજનલ દસ્તાવેજ બેંકમાં મોર્ગેજ તરીકે રાખેલા હોય છે અને એ પ્રોપર્ટી ઉપર લોન ચાલુ હોય છે તો આવી પ્રોપર્ટી ક્યારે પણ ખરીદવી ના જોઈએ
જો કોઈ વ્યક્તિને પ્રોપર્ટી વારસામાં મળી હોય અને તે વેચાણ કરવા માટે કાઢે તો આવા સંજોગોમાં ખરીદનાર વ્યક્તિએ તે પ્રોપર્ટીમાં તે વ્યક્તિ નો હિસ્સો કેટલો છે? કોઈ વાદવિવાદ તો નથી ને તે અંગે ચકાસણી કરવી જોઈએ.
તદુપરાંત પ્રોપર્ટીનો જે કંઈ પણ વ્યવહાર અત્યાર સુધીમાં થયો હોય તે અંગે ના બધા જ ડોક્યુમેન્ટ ની ચકાસણી કરવી જોઈએ.
જો પ્રોપર્ટીને લગતો કોઈ વાદવિવાદ હશે તો તે વ્યક્તિની માલિકી અંગે બહુ મોટી શંકા છે એમ માનવું.
તદુપરાંત જે વ્યક્તિ તમને પ્રોપર્ટી વેચી રહ્યો છે તે વ્યક્તિનું સરકારી રેકોર્ડમાં માલિક તરીકે નામ છે કે નહીં તે ખાસ ચકાસવું.
તદુપરાંત આપણે જે પ્રોપર્ટી ખરીદી રહ્યા છીએ તે પ્રોપર્ટી અને કોર્ટમાં કેસ તો નથી ચાલતો ને તે અંગે તપાસ કરવી.
તદુપરાંત કોઈ કોર્ટ દ્વારા તેની ઉપર સ્ટે ઓર્ડર તો નથી આપવામાં આવ્યો ને??
તદુપરાંત તમે જે પ્રોપર્ટી વેચાણ થી લઇ રહ્યા છો તે ઉપર કોઈપણ પ્રકારનું લાઈટ બિલ,જમીન વેરો,મહેસુલવેરો બાકી તો નથી ને??
જો આ બધી બાબતો ઉપર ખરીદનાર વ્યક્તિને સંપૂર્ણ ખાતરી થાય તો જ તેને તે વ્યક્તિ પાસેથી પ્રોપર્ટી ખરીદવી જોઈએ.
2) બીજો પ્રકાર એવી પ્રોપર્ટીનો છે કે જેની માલિકી કોઈ ડેવલોપર અથવા તો બિલ્ડરની છે કે જે તેના પર બાંધકામ કરી અને તમને વેચશે.
હવે આપણે વાત કરીશું એવી પ્રોપર્ટીની કે જે પ્રોપર્ટી આપણે કોઈ બિલ્ડર કે ડેવલોપર પાસેથી ખરીદીએ છીએ.
આવી પ્રોપર્ટીને પ્લોટના સ્વરૂપમાં અથવા તો ફ્લેટના સ્વરૂપમાં વેચવામાં આવે છે.
તમે જે પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તે પ્રોપર્ટી નું ટાઈટલ કોના નામે છે???
ઘણીવાર એવું હોય છે કે જમીનનો સાચો માલિક જ ડેવલોપર કે બિલ્ડર હોય છે.
ઘણીવાર એવું હોય છે કે ડેવલોપર કે બિલ્ડર જમીનના સાચા માલિક પાસેથી જમીન લઇ અને પોતે એના પર બાંધકામ કરે છે અને બીજાને તે પ્રોપર્ટી નું વેચાણ કરે છે.
જો જમીનની માલિકી બીજા કોઈની હોય તો આવા સંજોગોમાં બિલ્ડર મૂળ માલિક સાથે કોન્ટ્રાક્ટ કરે અને તેના પર બાંધકામ કરે છે જ્યારે તે ફ્લેટ કે પ્લોટ લેનાર વ્યક્તિ રજીસ્ટર કરવા જાય ત્યારે તે જમીનના મૂળ માલિક સાથે કોન્ટ્રાક્ટ થાય છે.
આવા સંજોગોમાં પ્લોટ ફ્લેટ લેનાર વ્યક્તિ ખાસ ચકાસવાનું રહે છે કે તે પ્રોજેક્ટ ઉપર કોઈ લોન તો લેવામાં નથી આવી ને???
જો લોન લેવામાં આવી હોય તો તે પ્રોપર્ટી જોખમી સાબિત થઇ શકે છે.
તદુપરાંત તમે જે પ્રોપર્ટી કરો છો તે જમીન બિનખેતી થયેલી હોવી જોઇએ એટલે કે ખેતીલાયક જમીનમાં તમે બિનખેતી કરાવ્યા સિવાય પ્લોટ કે ફ્લેટ ના બનાવી શકો.
જો તમે એવી પ્રોપર્ટી ખરીદો છો કે જેની બિનખેતી થયેલી નથી તો તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો.
જો બિનખેતીના કરવામાં આવે તો તે જમીન ખરીદનાર ના નામે થઇ શકતી નથી.
તમે જે પણ જમીન ખરીદો છો તે જમીન અંગે મહાનગરપાલિકા અને નગરપાલિકાની મંજૂરી
approval મળેલું છે કે નહીં??
તે
તપાસવું
જો કોઈ જમીન પહેલા ખેતી લાયક હોય અને પછી બિનખેતી કરવામાં આવી હોય તો તે જમીન સંપૂર્ણ ખેતી લાયક નથી ને એટલે કે તે જમીન બધી જ બિનખેતી થઈ ગઈ છે ને તે ખાસ ચકાસવું.
કોઈપણ જમીન માટે તમને જેટલી
F.S.I આપવામાં આવેલી હોય એટલી
F.S.I ઉપર બાંધકામ થઈ શકશે એની ચકાસણી કરી લેવી.
તમે જે વિસ્તારમાં જમીન લઈ રહ્યા છો તે વિસ્તારમાં આધારભૂત એટલે કે મૂળભૂત સુવિધાઓ જેવી કે પાણી, વીજળી, મહાનગર પાલિકાની વિવિધ સુવિધાઓ મોજુદ છે કે નહીં તેની તપાસ કરી લેવી.
આમ તમે ઉપરોક્ત બાબતો ને ધ્યાન માં રાખી અને જો પ્રોપર્ટી ખરીદશો તો તમે ફાયદામાં રહેશો. તમારૂ તથા તમારી આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત રહેશે.