જાણો સ્ટેમ્પ પેપર શું છે❓ સ્ટેમપ પેપર નો ઉપયોગ❓ સ્ટેમ્પ પેપરની સમય મર્યાદા. અમારા આજના આ લેખ પરથી

 મિત્રો તમે ઘણી બધી જગ્યાએ સ્ટેમ્પ પેપર વિશે સાંભળ્યું હશે અને સ્ટેમ્પ પેપર જોયા પણ હશે.

કોઈપણ legal ડોક્યુમેન્ટ કે જેનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય ના કરાવવાનું હોય, એને આપણે સ્ટેમ્પ પેપર ઉપર જ તૈયાર કરાવીએ છીએ, શા માટે???? એટલા માટે કે…

સ્ટેમ્પ પેપર ઉપર તૈયાર કરવામાં આવેલ ડોક્યુમેન્ટની કાયદાકીય માન્યતા (legal value) વધારે માનવામાં આવે છે. આમ છતાં….

સ્ટેમપ પેપર શું છે?? સ્ટેમપ પેપર નું મહત્વ શું છે???

તે બહુ ઓછા લોકો જાણે છે. તદુપરાંત ઘણી વખત એવું થાય છે કે આપણે કોઈ કામ માટે સ્ટેમપ પેપર ખરીદીને રાખીએ છીએ પરંતુ ત્યારે એની જરૂરિયાત પડતી નથી, તેથી જ તે સમયે તે સ્ટેમપ પેપર નો આપણે ઉપયોગ કરી શકતા નથી... તો શું??

એ સ્ટેમ્પ પેપર ફરીથી ક્યારેય ઉપયોગમાં લઈ શકીએ??

આવી બધી બાબતો અંગે મોટાભાગના લોકો અજાણ હોય છે. તેથી જ મને લાગ્યું કે આ લેખના માધ્યમ દ્વારા આપ સૌને અગત્યની માહિતી પરિચિત કરવા માં આવે. આજના આ લેખમાં આપણે ફકત સ્ટેમપ પેપર વિશે વાત કરીશું. સ્ટેમપ પેપર વિશે વાત કરીએ તો સ્ટેમપ પેપર મુખ્યત્વે બે પ્રકારના હોય છે.

1) જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર

2) નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર... નો ઉપયોગ ફક્ત કોર્ટમાં કરવામાં આવે છે, એટલે કે .. કોર્ટમાં કોઈ કેસ કે દાવો ફાઈલ કરવાનો હોય,

કોર્ટમાં કોઈ અરજી કરવાની હોય, તો એ કેસ કે દાવા માં એટલી જ કોર્ટ ફી ની કીમત ના જ્યુડીશિયલ સ્ટેમ્પ પેપર ખરીદવા પડે છે. એ સ્ટેમ્પ પેપર ઉપર જ જે તે કેસ તૈયાર કરવામાં આવે છે.

જ્યારે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ,


જ્યુડિશિયલ સ્ટેમ્પ થી વિરુદ્ધ કોઈપણ પ્રકારના લીગલ ટ્રાન્ઝેક્શન પર સ્ટેટ ગવર્મેન્ટ ની ફી ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં રહેતો કોઈ પણ નાગરિક જેટલા પણ લીગલ ટ્રાન્ઝેક્શન કરે છે, તેમાં દરેક રાજ્યની રાજ્ય સરકારનો ફી વસૂલ કરવાનો અધિકાર છે. કોઈપણ ડોક્યુમેન્ટને લીગલી એટલે કે કાયદાકીય માન્યતા ત્યારે જ મળે છે જ્યારે તેની ફી ભરવામાં આવી હોય. જેને સ્ટેમ્પ ડ્યુટ કહે છે.

સ્ટેમ્પ પેપર એક માધ્યમ છે રાજ્ય સરકાર દ્વારા જે ફી નક્કી કરવામાં આવેલી છે તેનું પેમેન્ટ કરવાનું, સ્ટેમ પેપર જે તે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. તદુપરાંત સ્ટેમ્પ જે તે રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવે છે. ભારતના અલગ-અલગ રાજ્યોમાં સ્ટેમ પેપર માટે અલગ-અલગ ચાર્જ છે. દરેક રાજ્ય કાયદા થી અલગ અલગ ડોક્યુમેન્ટ માટે અલગ-અલગ ફી એટલે કે સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરે છે.

અહીં યાદ રાખવાનું છે કે દરેક રાજ્ય પ્રમાણે અલગ-અલગ ડોક્યુમેન્ટ માટે અલગ-અલગ સ્ટેમ્પ ડ્યુટી હોય છે. જેમકે… સામાન્ય સોગંદનામાં માટે અલગ સ્ટેમ્પ ડ્યુટી ભાડા કરાર માટે અલગ સ્ટેમ્પ ડ્યુટી વગેરે.. પ્રકારના અલગ-અલગ ડોક્યુમેન્ટ માટે અલગ-અલગ સ્ટેમ્પ ડ્યુટી હોય છે.

આપણે જે કોઈપણ ડોક્યુમેન્ટ ની કોઈ પણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવીએ છીએ તો એના પર નક્કી કરેલી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. આમ, જે ડોક્યુમેન્ટ માટે જેટલી સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવામાં આવી છે એટલી જ કિંમત નો સ્ટેમ્પ લઈ આપણે એ સ્ટેમ્પ પેપર ઉપર જે દસ્તાવેજ તૈયાર કરાવવા નો હોય છે. જો આમ ન કરવામાં આવે તો તે લોકોને કાયદાકીય રીતે માન્ય ગણાશે નહીં એટલે કે તેની કોઈ લીગલી વેલ્યુ નહીં રહે.

સ્ટેમ પેપર 10 રૂપિયા, 20 રૂપિયા,50 રૂપિયાથી માંડી અને 50000 રૂપિયા સુધીના સ્ટેમ પેપર ઉપલબ્ધ હોય છે. જે તે વ્યક્તિને પોતાની જરૂરિયાત પ્રમાણે જેટલા રૂપિયાના સ્ટેમ્પ પેપર ની જરૂર હોય એટલે રૂપિયાના સ્ટેમ્પ પેપર ખરીદી શકે છે. આજકાલ લગભગ બધી જગ્યાએ ઈ-સ્ટેમ્પ પેપર ની ઉપયોગ વધુ જોવા મળે છે. જે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે ઇસ્યુ કરાવી શકે છે.

આમ એક રીતે જોવા જઈએ તો સ્ટેમ્પ પેપર એક પ્રકારનો સરકારનો રેવન્યુ આવકનો સ્ત્રોત છે. સરકાર સ્ટેમ્પ પેપર દ્વાર પોતાની રેવન્યુ આવક નું નિર્માણ કરે છે. તેથી જ સ્ટેમ્પ પેપર ફક્ત સામાન્ય નાગરિક માટે નહીં પરંતુ સરકાર માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.

હાલ મોટાભાગના લોકો ઈ-સ્ટેમ્પ પેપરની વધારે ખરીદી કરે છે, કોમ્પ્યુટર નો યુગ હોવાથી કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે સ્ટેમ્પ ખરીદ થઇ શકે છે

ઇ-સ્ટેમ્પ.. 



સ્ટેમ પેપર ક્યાંથી મેળવી શકાય???

સ્ટેમ્પ પેપર નું વેચાણ કરવા માટે સરકાર દ્વારા અધિકૃત વ્યક્તિઓ ની નિમણૂક કરવામાં આવે છે, જેમણે સ્ટેમ્પ વેન્ડર તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિને સ્ટેમ્પ ની જરૂરિયાત હોય તે વ્યક્તિ જરૂરી વિગતો લઈ અને કોઈપણ સ્ટેમ્પ વેન્ડર પાસેથી સ્ટેમ્પ ની ખરીદી કરી શકે છે. સ્ટેમ્પ પેપરની જે કિંમત હોય છે તે ડાયરેક્ટ સરકારને મળે છે.

કોઈપણ સ્ટેમ્પની વેલીડીટી કેટલી??

કોઈપણ ખાલી સ્ટેમપ પેપર એટલે કે એવું સ્ટેમ્પ પેપર કે જે આપણે લઈ અને ફક્ત રાખ્યું છે એનો ઉપયોગ કેટલા સમયમાં કરી લેવો જોઈએ અથવા તો કરી શકીએ???

ઘણા લોકો એની વેલિડિટી એટલે કે એની માન્યતા ત્રણ મહિના માને છે, ઘણા લોકો એની માન્યતા ત્રણ વર્ષની માને છે. પરંતુ કાયદાકીય રીતે જોવા જઈએ તો સ્ટેમપ પેપર નો ઉપયોગ ગમે ત્યારે કરી શકાય છે. સ્ટેમ્પ ને લગતા કાયદા માં અંગે કશું લખવામ નથી આવ્યું, એનો અર્થ એ થયો કે એકવાર લેવામાં આવેલો સ્ટેમ્પ ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે.

હા,... સ્ટેમ્પ એક્ટ ની કલમ 54 પ્રમાણે કોઈપણ સ્ટેમ્પ ની તમે ખરીદી કરી છે અને તમે તેનો ઉપયોગ નથી કર્યો તો સ્ટેમ્પ ખરીદ કર્યાની તારીખથી છ મહિના સુધીમાં ટ્રેઝરર પાસે તે જમા કરાવીને રિફંડ માટે અરજી કરી શકો છો. આ પ્રક્રિયામાં સ્ટેમ્પ પેપરની કિંમતના 10 ટકા ચાર્જ લેવામાં આવે છે એટલે કે 10 ટકા રકમ વસૂલવામાં આવે છે. સ્ટેમ્પની બાકીની રકમ આપણને પરત મળી જાય છે.

સ્ટેમ્પ ખરીદવાના છ મહિનામાં જો તમે રિફંડ માટે અરજી નથી કરતા તો એ પછી તમે સ્ટેમ્પના પૈસા રિફંડ મેળવી શકતા નથી.હા... સ્ટેમ્પ પેપર કોઈપણ લીગલ ટ્રાન્ઝેક્શનમાં ઉપયોગ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે… તમે કોઈ મિલકત ખરીદવા માટે એક લાખ રૂપિયાના સ્ટેમ્પ લીધા અને પછી તે મિલકર ખરીદવા માzટે નો સોદો કેન્સલ થયો. તદુપરાંત છ મહિના સુધી તમે તેના રિફંડ માટે અરજી પણ નથી કરી આવા સંજોગોમાં બે વર્ષ પછી તમે કોઇ બીજી મિલકતખરીદો તો આવા સમયે પહેલા તમે જે સ્ટેમ્પ લીધો છે તેનો ઉપયોગ કરી શકો છો.

તો... મિત્રો આશા રાખું છું આજના આ લેખના માધ્યમ દ્વારા આપને સ્ટેમ્પ પેપર વિશે અગત્યની માહિતી ઉપલબ્ધ થઈ હશે. આપણી આ જ્ઞાનની યાત્રા અવિરત ચાલુ જ રહેશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Now!

Post a Comment

Previous Post Next Post
'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();