સુરતમાં બનનાર બુલેટ ટ્રેનના સ્ટેશનની પ્રથમ તસવીરો સામે આવી, 508 કિલોમીટર લાંબા કોરિડોર વચ્ચે ૧૨ જેટલા સ્ટેશન હશે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામ પૂરઝડપે ચાલી રહ્યું છે.
અમદાવાદ અને મુંબઈના બુલેટ ટ્રેન રોડ વચ્ચે ૧૨ જેટલા સ્ટેશન હશે તેમાં સુરતમાં પણ બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવામાં આવશે રેલવે મંત્રાલયના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ ટ્વીટ કરતાં જણાવ્યું છે કે સુરતના બનના સ્ટેશન વિશ્વકક્ષાનું હશે જેમનું ગ્રાફિક પિક્ચર તેમના ટ્વિટર એકાઉન્ટ પર થી પોસ્ટ કરવામાં આવ્યું.
સુરતના સાંસદ તેમજ કેન્દ્ર સરકારમાં રેલવે અને ટેકસટાઇલ રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશ એ ટ્વિટર પર ફોટો મૂકીને લખ્યું કે "સુરત ખાતે બની રહેલ બુલેટ ટ્રેન સ્ટેશનની ગ્રાફિકલ તસવીર રજુ કરું છું જે સુરત માટે બનશે."
Sharing with you all, 1st glimpse of graphical representation of Surat's Bullet Train station.
— Darshana Jardosh (@DarshanaJardosh) February 10, 2022
The state-of-the-art multi-level station will have external facade and interiors of the station resemble a sparkling diamond - the pride of Surat city. #NayeBharatKiNayiRail #Surat pic.twitter.com/YQppvzEF8Z
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન યોજના જણાવ્યા મુજબ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન રૂટ પર સૌથી પ્રથમ સુરતનું સ્ટેશન તૈયાર થશે.
અમદાવાદ મુંબઈના રોડ પર કુલ ૧૨ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. એક વખત બુલેટ ટ્રેન શરૂ થયા પછી અમદાવાદથી મુંબઇ કોઈપણ તો લીધા વગર સ્ટોપ લીધા વગર મુંબઈ પહોંચવા માટે 2.07 કલાક અને સ્ટેશન પર સ્ટોપ લેતા 2.58 કલાક જેટલો અંદાજિત સમય લાગશે.
હાલના સમયમાં અમદાવાદ અને સુરત વચ્ચે જેટલો અને દોડી રહી છે તેને સાથે આઠ કલાક જેટલો સમય લાગે છે બુલેટ ટ્રેનની ઝડપ સરસ સરેરાશ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે ઉપરાંત મહત્તમ ઝડપ 350 કિલોમીટર પ્રતિકલાકની હશે જે જે હાલની ટ્રેનની ઝડપ કરતા ખુબજ વધુ હશે.
બુલેટ ટ્રેનનું પ્રથમ બનનારું સ્ટેશન સુરતમાં હશે
ગુજરાતમાં સૌથી પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન સુરત હશે. ગુજરાતમાં સુરત ઉપરાંત બીલીમોરા, ભરૂચ, વાપી, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી હશે. બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ સુરત અને વાપીની વચ્ચે થશે 50થી 70 કિલોમીટરના રૂટ વચ્ચેની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે.
બુલેટ ટ્રેનનો રૂટ 508 કિલોમીટર લાંબો હશે
508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 2017માં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, અને એને પૂર્ણ કરવામાં 2026 સુધીમાં થઈ શકે છે. 2023 માં બુલેટ ટ્રેન પૂર્ણ થઈ જવાનો અંદાજ હતો, પરંતુ જમીન અધિગ્રહણ માં થયેલા વિવાદ તેમજ કોરોના ની મહામારી ના કારણે આ પ્રોજેક્ટ માં થોડો વિલંબ થયો.
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનમાં કુલ 12 સ્ટેશન હશે
અમદાવાદ થી મુંબઈ વચ્ચે બના સ્ટેશનમાં બનનારા સ્ટેશનમાં ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી અને મહારાષ્ટ્રમાં બોઈસર, વિરાટ, થાણે, બાંદ્રા- કુર્લા કોમ્પલેક્ષ હશે.
આ પ્રોજેક્ટમાં થનારો કુલ ખર્ચ અંદાજિત એક લાખ કરોડ જેટલો હશે.