જાણો Captcha Code શું છે❓❓❓❓❓ Captcha Code વિશેની ખૂબ જ અગત્યની અને સંપૂર્ણ માહિતી આજના અમારા આ બ્લોગ પરથી...

વાંચક મિત્રો….


જ્યારે તમે કોઇપણ online  શોપિંગ કે કોઈપણ વેબસાઇટની મુલાકાત લો છો, ત્યારે તમે ઘણી વાર જોયું હશે કે તમને

CAPTCHA પૂછે છે..

જેમાં આંકડા અને અક્ષર હોય છે જે તમારે જોઈ અને હોય એવા જ એક બોક્સમાં ભરવાના હોય છે. ત્યારબાદ જ તમે

તે વેબસાઈટ ઉપર LOGIN કરી શકો છો.


CAPTCHA ભરતી સમયે ઘણીવાર તમારે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે એમ હોય છે. તેમાં

દર્શાવવામાં આવેલા ત્રાંસા અક્ષરો સમજવામાં તમને ઘણીવાર મુશ્કેલી થાય છે.CAPTCHA ની આ મુશ્કેલીઓનો

સામનો ઘણી બધી વાર લોકોને કરવો પડે છે.



તમને એમ થતું હશે કે આ CAPTCHA છે શું???



આજના આ બ્લોગમાં તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે. આના પર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું.


CAPTCHA CODE શું છે?????


CAPTCHA CODE એક સિસ્ટમ જનરેટેડ 

TOLLS છે. જેનો ઉપયોગ સિક્યુરીટી માટે કરવામાં આવે છે.જે HUMANS અને BOTS ની ઓળખ કરે છે. જેની

વેરિફિકેશન પ્રોસેસમાં યુઝર્સને આંકડા અને શબ્દો પૂછવામાં આવે છે જે જોઈ અને એની

ઓળખ યુઝર્સને કરવાની હોય છે.


CAPTCHA નું પૂરું નામ

COMPLETE AUTOMATED PUBLIC TURING TEST TO TELL COMPUTERS AND HUMAN APART 

છે.

  જેની શોધ MANUEL BLUM, NICHOLAS HOPPER અને JOHN LANGFORD ની ટીમે વર્ષ  2000 માં કરી હતી.


  આ CAPTCHA નો મુખ્ય હેતુ અજાણ્યા ઍક્સેસને વેબસાઈટ ઉપર આવતા રોકવાનો છે.જો CAPTCHA ની પ્રક્રિયા

કરવામાં આવે તો અને તો જ તે આગળની પ્રોસેસ કરવાની અનુમતિ આપે છે. જેનો ઉપયોગ શોપિંગ, પેમેન્ટ તથા ટિકિટ

બુકિંગ માં કરવામાં આવે છે.


CAPTCHA CODE નો નો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે?????


CAPTCHA   કોડ નો ઉપયોગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જેના ઉપયોગથી માણસ અને મશીન વચ્ચેનો

તફાવત સરળતાથી પકડી શકાય છે.


CAPTCHA CODE ના ઉપયોગથી હેકિંગ ને સરળતાથી અટકાવી શકાય છે. લોગીન પ્રોસેસમાં  આંકડાઓ તથા

નાના-મોટા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. જે ફક્ત માણસ ઓળખી શકે છે મશીન ઓળખી નથી શકતું.

બીજી રીતે જોવા જઈએ તો CAPTCHA CODE એક પ્રોગ્રામ છે જે દર વખતે બદલાઈને આવે છે. જેના લીધે

વેબસાઈટ SPAMMERS થી સુરક્ષિત રહે છે.


Captcha Code કામ કેવી રીતે કરે છે??


જ્યારે પણ તમે કોઇપણ વેબસાઇટ માં લોગીન કે સાઈન અપ કરો છો ત્યારે Captcha Code પૂછવામાં આવે છે.


જેમાં…


ફોટા…


લેટર


અને નંબર રહેલા હોય છે


જો તમે ખોટા નંબર ભરો તો તમને  login કે SINUP  કરવા દેતું નથી.


Captcha Code જરૂરી નથી કે કોઈ આંકડા કે અક્ષર ના સ્વરૂપમાં જોઈ તે કોઈ પઝલસ સ્વરુપમાં પણ હોઈ શકે છે.


Captcha Code ના પ્રકાર


Captcha Code ના ઘણા બધા પ્રકાર હોય છે. જેને આપણે લગભગ દરરોજ ઈન્ટરનેટ ઉપર જોઈએ છે પરંતુ એના

બધા પ્રકારો વિશે બહુ ઓછા લોકો ને  માહિતી હોય છે.


IMAGE RECOGNITION BASED 


TEXT RECOGNITION BASED 


AUDIO RECOGNITION BASED


SOCIAL RECOGNITION BASED


MATH BASED CAPTCHA


1)IMAGE RECOGNITION BASED:-

  આ પ્રકાર ના Captcha Code માં ઘણા બધા પ્રકારની ઇમેજ દર્શાવવામાં આવે છે. જેમાં તમારે તે ઇમેજ ની ઓળખ

દર્શાવવાની હોય છે અથવા તો તે ઇમેજ ના અમૂક ભાગ ઉપર ટચ કરવાનું હોય છે.

2)TEXT RECOGNITION BASED:-

 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.Join Now!

 

વપરાશકર્તાએ અક્ષરો ની  ઓળખ કરવાની હોય છે. ઘણીવાર આવા અક્ષરો પઝલસ ના સ્વરુપમાં પણ હોય છે.


3)AUDIO RECOGNITION BASED:-


    

આ પ્રકારના CAPTCHA CODE માં એક પ્રકારનો અવાજ વપરાશકર્તાને સંભળાવવામાં આવે છે. જેની ઓળખ કરી

અને તે લખવાનો હોય છે.


4) SOCIAL RECOGNITION BASED:-

આ પ્રકારના CAPTCHA CODE માં વપરાશકર્તાને સોશિયલ મીડિયા ને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના

સોશિયલ મીડિયાના એકાઉન્ટ સંબંધિત હોય છે.


5)MATH BASED CAPTCHA:-


    આ પ્રકારના CAPTCHA CODE માં મેથેમેટિક્સ ને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે સોન કરી અને તેનો

જવાબ વપરાશકર્તા એ આપવાનો હોય છે.

 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.Join Now!


Captcha Code ના ફાયદા શું છે???


Captcha Code ના ઘણા બધા ફાયદા છે તેનાથી બ્લોગ અને વેબસાઈટ સુરક્ષિત રહે છે. તદુપરાંત વેબસાઈટ અને બ્લોગ ઉપર આવતા

BOATS  છે પણ એ રોકી દે છે.


Captcha Code ના બીજા ઘણા બધા ફાયદા છે... જે નીચે મુજબ છે.

1)Captcha Code ના ઉપયોગથી EMAIL ને સ્કેપર્સ થી બચાવી શકાય છે.

2)Captcha Code ના ઉપયોગથી ઓનલાઈન ફ્રોડ પણ અટકાવી શકાય છે.


3)Captcha Code ની મદદથી કોઈ પણ બ્લોગ ના કોમેન્ટ્સ બોક્ષમાં CAPTCHA લગાવી ને સ્પેમ કૉમેન્ટ બંધ કરી

શકાય છે.


4)Captcha Code નો ઉપયોગ સિક્યોરિટી કોડ માટે પણ થઈ શકે છે.


5)Captcha Code નો ઉપયોગ વેબ સાઈટને ડીક્ષનરી એટેક  થી બચાવવા માટે પણ કરી શકાય છે.


CAPTCHA CODE થી શું નુકસાન થાય છે,

???

Captcha Code થી  ફાયદા ની સાથે સાથે  નુકસાન પણ થાય છે.


1) ઘણીવાર આંકડા અને શબ્દો મિક્સ  હોવાના લીધે કોમ્પ્યુટરની ઓછી જાણકાર વ્યક્તિ તે સોલ્વ નથી કરી શકતી.


2)Captcha Code ના ડીજે વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવા જઈએ ત્યારે ઘણો બધો સમય લાગે છે.


3)Captcha Code  ના લીધે બ્રાઉઝર માં ઘણી બધી ટેકનિકલ ફોલ્ટ સામનો કરવો પડે છે.


4) Captcha Code ના લીધે ઘણી બધી વાર રીયલ યુઝર્સ વેબસાઈટ ની વિઝીટ અથવા તો વેબસાઈટ ઉપર કોમેન્ટ કરી

શકતા.


વાચકમિત્રો આશા રાખું કે તમને આજના અમારા આ બ્લોગ પર થી Captcha Code  વિષે ઘણી બધી ઉપયોગી

માહિતી મળી હશે.

   


 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા Facebook પેઝમાં જોડાવ.Join Now!

Post a Comment

Previous Post Next Post
'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();