હાલમાં જ સંસદમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો, જેનું નામ છે "ચૂંટણી સુધારણા કાયદો". આ કાયદો ચૂંટણી સુધારણાં માટે છે. જેમાં ચુંટણીકાર્ડને તમારે આધાર કાર્ડ સાથે જોડવાનું રહેશે અને લોકો પોતાના મનથી વિચાર કરીને સ્વેચ્છિક રીતે ચુંટણીકાર્ડ અને આધારકાર્ડ સાથે જોડી શકશે.
કેન્દ્ર સરકાર આ ખાસ ઝુંબેશ દ્વારા ચુંટણી કાર્ડને યોગ્ય દસ્તાવેજ સાથે છોડીને ખોટા અને બનાવટી ચુંટણીકાર્ડ નાબૂદ કરી શકશે.
તાજેતરમાં પસાર કરવામાં આવેલા ચૂંટણી સુધારણા કાયદા હેઠળ લોકોને જણાવ્યું છે કે ક્યા ક્યા માધ્યમથી મતદારો પોતાનું ચૂંટણી કાર્ડ આધાર સાથે જોડી શકશે.
સરકારે ૩ સરળ પદ્ધતિ બનાવી છે કારણકે જો આ પદ્ધતિ ખૂબ જટિલ હોત તો લોકો ચૂંટણી કાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરાવવા માં કોઈ ખાસ રસ રાખત નહિ. માટે સરકારે ખુબ જ સરળ પદ્ધતિ રાખી છે
નેશનલ વોટર સર્વિસ પોર્ટલ【National Voter Service Portal- NVSP】, SMS દ્વારા અને ફોન દ્વારા લિંક કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
હવે જાણીએ વિગતવાર
1] SMS દ્વારા વોટર આઈડી અને આધારને આવી રીતે કરો લિંક
1) તમારા મોબાઇલ માં મેસેજ એપ ચાલુ કરો.
2) હવે તમારે તમારા મોબાઇલમાંથી એક મેસેજ કરવાનો રહેશે.
જેને તમારે 166 અથવા 51699 પર મોકલવાનો રહેશે.
3) હવે તમારે મેસેજમાં
ECILINK<SPACE><ચૂંટણીકાર્ડ નંબર>< SPACE><Aadhaar No.>
ઉદાહરણ તરીકે , ECILINK XYZ1234567 543215678232,
ચૂંટણીકાર્ડ નંબર “XYZ1234567” -આધાર નંબર “543215678232”
તમારા નામે કેટલા મોબાઇલ સિમ કાર્ડ ચાલુ છે જાણો પુરી માહિતી.અહી ક્લિક કરો.
2] Phone Call દ્વારા વોટર આઈડી અને આધારને આવી રીતે કરો લિંક
▶️ તમે આ કામ ઈચ્છો તો એક ફોન થી પણ કરી શકો છો.
▶️ આ માટે તમારે ભારત સરકાર તરફથી જાહેર થયેલા નંબર 1950 પર ફોન કરીને ત્યાં તમારો આધાર કાર્ડ નંબર અને ચૂંટણીકાર્ડ નંબર જણાવવાનો રહેશે. આ પછી થોડાજ સમય માં તમારા બંને દસ્તાવેજો એકબીજા સાથે લિંક થઇ જશે.
3] BLO ની મદદ દ્વારા વોટર આઈડી અને આધારને આવી રીતે કરો લિંક
BLO (બુથ લેવલ અધિકારી) દરેક બુથ વિસ્તારમાં નિમાયેલ હોય છે.આ અધિકારી જે તમારા ચૂંટણી કાર્ડ ની માહિતી મેળવે છે અને નવું ચૂંટણી કાર્ડ બનાવે છે. BLOની મદદથી ચુંટણીકાર્ડ અને આધારકાર્ડ સાથે લિંક કરાવી શકો છો બસ તમારે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની કોપી BLO ને આપશો એટલે BLO તમારા બંને દસ્તાવેજો એકબીજા સાથે લિંક કરી આપશે.