ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરા રિટર્ન (ITR Filing) માટેની અંતિમ તારીખ આગામી15 માર્ચ 2022 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. પહેલા છેલ્લી તારીખ 31 ડિસેમ્બર2021 હતી જે હવે 15 માર્ચ 2022 થઈ ગઈ છે.
પણ આ તારીખ સામાન્ય કરદાતાઓ માટે નથી.
સ્વતંત્ર (ઈન્ડિવિઝ્યુલ Individuals) કે નોકરિયાત વર્ગ માટેની તારીખમાં કોઈ ફેરબદલ કરવામાં આવ્યો નથી. તેમના માટે ITRની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર જ હતી.
તમારા નામે કેટલા મોબાઇલ સિમ કાર્ડ ચાલુ છે જાણો પુરી માહિતી.અહી ક્લિક કરો.
વેપારી વર્ગ માટે આ ખાસ છુટછાટ આપવામાં આવેલી છે. ITR Filing માટેની છેલ્લી તારીખ માત્ર ઓડિટ કરતા એકાઉન્ટ્સ માટે જ લંબાવાઈ છે.
ઘણા એવું પણ માને છે કે કેન્દ્ર સરકાર ITR File કરવાની છેલ્લી તારીખ લંબાવવાનું કારણ કોરોના ને માને છે, કેમ કે ઘણા કરદાતાઓ કોરોનાના લીધે ITR File કર્યું નથી. માટે કેન્દ્ર સરકારે વેપારી વર્ગ માટે આ ખાસ રાહત આપી છે.