મિત્રો….
કોઈપણ વ્યક્તિ પોતાની પાસેથી રહેલી મૂડીમાંથી અથવા તો પોતાની પરસેવાની કમાણીમાંથી અથવા તો પોતાની બચતમાંથી પોતાનું તથા પોતાની ભવિષ્યની પેઢી નું ભવિષ્ય સારું અને મજબૂત રહે તે માટે કોઈ પ્રોપર્ટી કે કોઈ જમીન લઈને રાખતો હોય છે.
આવી જમીન વ્યક્તિને ઘણી વાર વડીલોપાર્જિત વારસામાં અથવા તો પોતાની બચતના પૈસા માંથી ખરીદેલ હોય છે.
ઘણીવાર એવું હોય છે કે કોઈ જમીન કે કોઈ પ્રોપર્ટીના કાગળ..
ચોરાઈ ગયા હોય છે…
નષ્ટ થઈ ગયા હોય છે…
ખોવાઈ ગયા હોય છે…
અથવા તો કોઈ વિવાદમાં સગા સંબંધી તે કાગળ આપતા નથી હોતા.
આવા તો તમારી પાસે કોઈ જમીન કે પ્રોપર્ટી છે પણ તેના કોઈ કાગળ જ નથી.
આવા સંજોગોમાં વ્યક્તિએ શું કરવું જોઈએ ???જેથી કરી અને તે મિલકત પર પોતાનો દાવો પ્રસ્થાપિત કરી શકે.
તો ચાલો જાણીએ આજના આ બ્લોગ પરથી ખૂબ જ મહત્વની માહિતી…
(1)
તમારી પાસે જે પ્રોપર્ટી કે જમીન રહેલી છે તેનો નોંધણી નંબર તમારી પાસે હોય તો તમે તમારા જિલ્લાની રજિસ્ટ્રાર ઓફિસમાં જઈ ….
(ભારતના દરેક જિલ્લા માં એક રજિસ્ટ્રાર ઓફિસ આવેલી હોય છે.જે જમીન અને પ્રોપર્ટી ની નોંધણી નું કાર્ય કરતી હોય છે)
ત્યાં તમે તમારો નોંધણી નંબર આપી અને નક્કી કરવામાં આવેલો ચાર્જ 500 થી 700(જુદા જુદા રાજ્યો પ્રમાણે ભાવ અલગ અલગ હોય છે) રૂપિયા ભરી તમે તમારી જમીન કે પ્રોપર્ટી ની રજિસ્ટર ડીડ કે જેમાં પ્રોપર્ટીના સાચા માલિકનું નામ, પ્રોપર્ટી નું વર્ણન તથા પ્રોપર્ટીનો પ્રકાર દર્શાવેલા હોય છે.
આ રજીસ્ટર ડીડ માં રજિસ્ટ્રાર ઓફિસ નો તેમજ રજિસ્ટ્રાર નો સિક્કો અને સહી કરેલા હોવાથી દરેક જગ્યાએ તે માન્ય ગણાય છે.
(2)
વારસા માં મળેલી પ્રોપર્ટી કે જેમાં દરેક ખાતેદારોનો પેઢી પ્રમાણે નામ હોય છે. પરંતુ તમને ખબર નથી કે એનો નોંધણી નંબર શું છે? તમને એ ખ્યાલ છે કે એ જમીન તમારી છે પરંતુ એનો કોઈ જ રેકોર્ડ તમારી પાસે નથી.
એનો કોઈ નોંધણી નંબર તમારી પાસે નથી. આવા સંજોગોમાં તમારી જોડે જમીન ના ડોક્યુમેન્ટ જોતા હોય તો શું કરવું જોઈએ??
તમારી જમીન પ્રોપર્ટી જે વિસ્તારમાં આવેલી છે તે વિસ્તારમાં સરકારના કહેવા અધિકારી હોય છે જે જમીન માપણી નું કામ કરતા હોય છે જેને સર્વેયર કહેવાય છે ભારતમાં જુદા જુદા રાજ્યો ની ભાષા પ્રમાણે તેને અલગ અલગ નામ આપવામાં આવેલા છે.
આવા સર્વેયરને તમે અરજી કરી તમારી જમીનની માપણી કરાવશો એટલે તમને એક નંબર આપશે આ નંબર પરથી તમે તમારી જમીનના દસ્તાવેજ નો નંબર મેળવી અને એની નોંધણી કરાવી શકો છો.
જેનાથી તમને ખાતેદારનો નંબર મળી જશે અને તમે તે જમીનના કાયદેસરના માલિક કહેવાશો.
મોટાભાગના જિલ્લાઓમાં હવે આ પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે.
જો તમે તેની સર્ટિફાઇડ નકલ મેળવવા માંગો છો તો તમે જે તે તમારા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીમાં અરજી કરી અને નક્કી કરેલી ફી પરીક્ષા અને તેના સર્ટિફિકેટ નકલ ની માંગણી કરી શકો છો.
આ certified copy દરેક જગ્યાએ માન્ય રહેશે અને દરેક જગ્યાએ ઉપયોગી સાબિત થશે.
(3)
ઘણા કિસ્સાઓમાં એવું થતું હોય છે કે સગા ભાઈ અથવા તો સગા કાકા અથવા તો સગા સંબંધી કે ભાડે રાખનાર વ્યક્તિ જમીનના ઓરીજનલ દસ્તાવેજ કે કાગળ આપતા નથી હોતા જેના લીધે પ્રોપર્ટી કે જમીનનું યોગ્ય વિભાજન નથી થઈ શકતું અને તેનો યોગ્ય ઉપયોગ ધરાવનાર વ્યક્તિને તેનો અધિકાર નથી મળતો
તો આવા સંજોગોમાં કેવી રીતે તે પરત મેળવી શકાય????
આવા સંજોગોમાં તમારા જિલ્લા ક્ષેત્રમાં રહેલી કલેક્ટર કચેરીને અરજી કરી અથવા તો કોર્ટમાં કેસ દાખલ કરીને તમે તમારા ઓરીજનલ દસ્તાવેજ પરત મેળવી શકો છો.
મિત્રો તમને તથા તમારા સંપર્કમાં રહેલા લોકોને આવી ઉપયોગી માહિતી સરળતાથી મળી રહે તે માટે અમારા બ્લોગ વધુમાં વધુ શેર કરશો.
Thanks
ReplyDelete